ડાયાબિટીસનો અર્થ એ છે કે, આપના રક્તમાં ખૂબ વધુ માત્રામાં શર્કરા છે. ઉચ્ચ રક્ત શર્કરાની સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપનું શરીર ઇન્સ્યૂલિન તરીકે ઓળખાતા રસાયણ કે હોર્મોનનું ઉત્પાદન પૂરતા પ્રમાણ કરવાનું બંધ કરી દે છે.

આપનું શરીર આપ જે કંઈ પણ આરોગો તેમાંથી મોટાભાગના ખોરાકને ગ્લુકોઝ તરીકે ઓળખાતા શર્કરાના એક પ્રકારમાં પરિવર્તિત કરી દે છે.

આ શર્કરા આપના શરીરમાં આપના રક્તમાંથી તમામ કોશિકા સુધી પહોંચી જાય છે. આપને ઊર્જા પૂરી પાડવા આપના શરીરની કોશિકાને શર્કરાની જરૂર પડે છે.

ઇન્સ્યૂલિન શર્કરાને આપના શરીરમાંથી આપની કોશિકાઓ સુધી લઈ જવામાં મદદરૂપ થાય છે. ઇન્સ્યૂલિન વગર આપને ઊર્જાવાન રાખવા માટે આપની કોશિકાઓને જરૂરી શર્કરા મળી શકતી નથી.

શર્કરાને આપના રક્તમાંથી આપના શરીરની કોશિકાઓ સુધી લઈ જઇને ઇન્સ્યૂલિન આપના રક્ત શર્કરાના સ્તરને સામાન્ય (ખૂબ ઊંચુ નહીં; ખૂબ નીચું નહીં) જાળવી રાખવામાં મદદરૂપ થાય છે .

રક્ત શર્કરાના ઊંચા સ્તરને નીચું રાખવા માટે જ્યારે આપની પાસે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યૂલિન ન હોય ત્યારે તેનો અર્થ એ થયો કે આપને ડાયાબિટીસ છે.

રક્ત શર્કરાનું ઊંચુ સ્તર સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓ સર્જી શકે છે.

ડાયાબિટીસની સારવાર શક્ય છે અને તે થવી જ જોઇએ.

 

જ્યારે આપનું શરીર ઇન્સ્યૂલિનનું ઉત્પાદન બિલકુલ ન કરે

આપનું શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યૂલિન ઉત્પન્ન ન કરે અથવા તો, શરીર દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલ ઇન્સ્યૂલિન યોગ્ય રીતે કામ ન કરે.

શર્કરાને આપના રક્તમાંથી આપની કોશિકાઓ સુધી લઈ જવા માટે આપ જો પૂરતા પ્રમાણમાં ઇન્સ્યૂલિન ન ધરાવતા હો તો રક્ત શર્કરાનું સ્તર ઊંચુ રહે છે. 

 

ટાઇપ 2 ડાયાબિટીસમાં શરીર થોડું ઇન્સ્યૂલિન બનાવે તો છે પરંતુ તે પૂરતું હોતું નથી.

અથવા તો શરીર દ્વારા ઉત્પાદિત કરવામાં આવતું ઇન્સ્યૂલિન યોગ્ય રીતે કામ કરતું નથી

ટાઇપ 2 ડાયાબિટીસ સામાન્ય રીતે વયસ્કોમાં થાય છે પરંતુ બાળકોને પણ તે થઈ શકે છે.

મેદસ્વી લોકોમાં અથવા તો જો કોઇના પરિવારજનમાં ડાયાબિટીસ હોય તો તેવા લોકોમાં તે સર્વસામાન્ય રીતે જોવા મળતો હોય છે.