Type 1 Gujarati- ડાયાબિટીસ એટલે શું?

ડાયાબિટીસનો અર્થ એ છે કે, આપના રક્તમાં ખૂબ વધુ માત્રામાં શર્કરા છે. ઉચ્ચ રક્ત શર્કરાની સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપનું શરીર ઇન્સ્યૂલિન તરીકે ઓળખાતા રસાયણ કે હોર્મોનનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરવાનું બંધ કરી દે છે. આપનું શરીર આપ જે કંઈ પણ આરોગો તેમાંથી મોટાભાગના ખોરાકને ગ્લુકોઝ તરીકે ઓળખાતા શર્કરાના એક પ્રકારમાં પરિવર્તિત કરી દે છે. આ શર્કરા આપના શરીરમાં આપના રક્તમાંથી તમામ કોશિકા સુધી પહોંચી જાય છે. આપને ઊર્જા પૂરી પાડવા આપના શરીરની કોશિકાને શર્કરાની જરૂર પડે છે. ઇન્સ્યૂલિન શર્કરાને આપના શરીરમાંથી આપની કોશિકાઓ સુધી લઈ જવામાં મદદરૂપ થાય છે. ઇન્સ્યૂલિન વગર આપને ઊર્જાવાન રાખવા માટે આપની કોશિકાઓને જરૂરી શર્કરા મળી શકતી નથી. શર્કરાને આપના રક્તમાંથી આપના શરીરની કોશિકાઓ સુધી લઈ જઇને ઇન્સ્યૂલિન આપના રક્ત શર્કરાના સ્તરને સામાન્ય (ખૂબ ઊંચુ નહીં; ખૂબ નીચું નહીં) જાળવી રાખવામાં મદદરૂપ થાય છે . રક્ત શર્કરાના ઊંચા સ્તરને નીચું રાખવા માટે જ્યારે આપની પાસે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યૂલિન ન હોય ત્યારે તેનો અર્થ એ થયો કે આપને ડાયાબિટીસ છે. રક્ત શર્કરાનું ઊંચુ સ્તર સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓ સર્જી શકે છે. ડાયાબિટીસની સારવાર શક્ય છે અને તે થવી જ જોઇએ.

Type 1 Gujarati- આપને ડાયાબિટીસ ક્યારે થઈ શકે?

જ્યારે આપનું શરીર ઇન્સ્યૂલિનનું ઉત્પાદન બિલકુલ ન કરે. આપનું શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યૂલિન ઉત્પન્ન ન કરે અથવા તો, શરીર દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલ ઇન્સ્યૂલિન યોગ્ય રીતે કામ ન કરે. શર્કરાને આપના રક્તમાંથી આપની કોશિકાઓ સુધી લઈ જવા માટે આપ જો પૂરતા પ્રમાણમાં ઇન્સ્યૂલિન ન ધરાવતા હો તો રક્ત શર્કરાનું સ્તર ઊંચુ રહે છે.

Type 1 Gujarati- ટાઇપ 1 ડાયાબિટીસ

ટાઇપ 1 ડાયાબિટીસમાં શરીર ઇન્સ્યૂલિનનું ઉત્પાદન કરી શકતું નથી. ટાઇપ 1 ડાયાબિટીસ સામાન્ય રીતે મોટી વયના વયસ્કોને બદલે બાળકો અને યુવાનોમાં વધુ થાય છે. ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવનાર લોકોએ તેમની રક્ત શર્કરાને નિયંત્રિત રાખવા માટે ઇન્સ્યૂલિનનું ઇન્જેક્શન ફરજિયાત લેવું પડે છે.

Type 1 Gujarati- ટાઇપ 1 ડાયાબિટીસના લક્ષણો

  • ખૂબ વધારે તરસ લાગવી
  • વારંવાર પેશાબ લાગવો
  • ફળ જેવી ગંધ મારવી
  • થાક, નબળાઈ
  • પેશાબ વાટે શર્કરા નીકળવી
  • વધારે પડતું વજન ઉતરી જવું

Type 1 Gujarati- ડાયાબિટીસની જટિલતાઓ

ઇન્સ્યૂલિન એ ગ્લુકોઝ (આપ જે ખોરાક આરોગો છો તેમાંથી ઉત્પાદિત થતું)ને રક્તના પ્રવાહમાંથી શરીરની કોશિકાઓ સુધી લઈ જનારું એક જરૂરી હોર્મોન છે, જ્યાં તેનો ઉપયોગ ઊર્જા માટે થાય છે. જ્યારે ઇન્સ્યૂલિન પૂરતા પ્રમાણમાં ન હોય ત્યારે રક્તમાં ગ્લુકોઝ જમા થાય છે, જે લોકોમાં સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યાઓ સર્જે છે, આવી સમસ્યાઓમાં સમાવિષ્ટ છે...

  • હાર્ટ એટેક અને સ્ટ્રોક
  • કિડની સમસ્યાઓ
  • પગ સૂનો થઈ જવો અને રૂઝાય નહીં તેવા
  • ચાંદા પડી જવા
  • દૃષ્ટિની સમસ્યાઓ
રક્ત શર્કરાના સ્તરને શક્ય એટલું સામાન્ય રાખવાથી આપ ડાયાબિટીસની લાંબાગાળાની સમસ્યાઓને નિવારી શકો છો અથવા તો તેની ઝડપ ઘટાડી શકો છો.