New to Insulin Gujarati – મારે ઇન્સ્યૂલિન લેવાની જરૂર શા માટે છે?

ઇન્સ્યુલિન એ રક્તમાં ગ્લુકોઝના સ્તરનું નિયમન કરવા સ્વાદુપિંડ દ્વારા ઉત્પાદિત થતું એક હોર્મોન છે. ઇન્સ્યૂલિનની ગેરહાજરીમાં આપણા શરીરની કોશિકાઓ ઊર્જાના સ્રોત તરીકે ગ્લુકોઝનો ઉપયોગ કરી શકતી નથી. આપને જ્યારે ડાયાબિટીસ થાય છે ત્યારે આપનું શરીર ઇન્સ્યૂલિનનું ઉત્પાદન કરી શકતું નથી અથવા તો આપના દ્વારા જે ઇન્સ્યૂલિન ઉત્પાદિત કરવામાં આવે છે તે યોગ્ય રીતે કામ કરતું નથી. આથી, આપને બહારથી ઇન્સ્યૂલિન લેવું પડે છે. આપ પેન, સિરીંજ કે ઇન્સ્યૂલિન પમ્પ ઇન્જેક્ટ કરીને આપને જરૂરી હોય એટલું ઇન્સ્યૂલિન લઈ શકો છો. ઇન્સ્યૂલિન લેવાથીઃ તે આપની શર્કરાના સ્તર નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે આપને ઊર્જા પ્રદાન કરે છે આપની તંદુરસ્તી જાળવી રાખવામાં મદદરૂપ થાય છે

New to Insulin Gujarati – શરીરમાં ઇન્સ્યૂલિનનો સ્રાવ

ભૂખ્યા હોવાની સ્થિતિ દરમિયાન થતો ઇન્સ્યૂલિનનો સ્રાવ બેસલ ઇન્સ્યૂલિન તરીકે ઓળખાય છે. ખોરાક લીધા બાદ રક્ત શર્કરાના વધેલા સ્તરના પ્રતિભાવમાં ઇન્સ્યૂલિનના સ્રાવમાં વધારો થાય છે. ડાયાબિટીસ હોવાની સ્થિતિમાં આ પ્રક્રિયા પ્રભાવિત થાય છે, જેથી કરીને બહારથી ઇન્સ્યૂલિન શરીરમાં દાખલ કરવાની જરૂર પડે છે.